GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કોર્ટના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનના કાર્યક્રમ મા બિન જરૂરી વિલંબ દૂર કરી નવા બિલ્ડીંગ મા કોર્ટ શરૂ કરવા વકીલ મંડળે ચીફ જસ્ટિસ ને કરી રજૂઆત
તારીખ ૩૦/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વકીલ મંડળે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ ને વકીલ મંડળના સભ્યો ની સહી સાથે લેખિત રજૂઆત કરી જણાવેલ છે કે કાલોલ તાલુકા કોર્ટ નુ નવુ બિલ્ડીંગ ઘણા સમયથી તૈયાર થઈ ગયેલ છે.હાલમાં કોર્ટ નુ કામકાજ કામચલાઉ ધોરણે જૂના રેસીડેન્સિયલ બિલ્ડિંગમાં ચાલી રહ્યું છે જેમાં અપૂરતી સુવિધાઓ ને કારણે કાલોલ ના વકીલો , કોર્ટ સ્ટાફ અને પક્ષકારો ને ઘણી તકલીફ પડી રહી છે. જીલ્લા કક્ષાએ થી નવી કોર્ટ ના ઉદ્ઘાટન પ્રક્રિયા કરવા કોઈ રસ દાખવતા નથી જેથી ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ ને વિનંતી કરી છે કે કાલોલ તાલુકાની નવી કોર્ટ ના બિલ્ડીંગ ના ઉદ્ઘાટન ની પ્રક્રિયા વહેલા કરાવે અને નવા બિલ્ડીંગમા કોર્ટ કાર્યરત થાય.