આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપને 13 બ્લોક માંથી 11 માં ભાજપ ની જીત
આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપને 13 બ્લોક માંથી 11 માં ભાજપ ની જીત
તાહિર મેમણ – ડેડીયાપાડા – 12/09/2025 – આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં કુલ 12 બ્લોક પૈકી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે બાકીના 8 બ્લોક તેમજ વ્યક્તિગત સભાસદની 1 બેઠક માટે ગત તારીખ 10 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 97.48 ટકા મતદાન નોંધાયું હતું.
અમૂલ ડેરીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપે 9 માંથી 7 બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ, કુલ 13 માંથી 11 બ્લોકમાં વિજય સાથે ભાજપે અમૂલમાં કબ્જો જમાવ્યો છે. આ પરિણામથી અમૂલ ડેરીના નિયામક મંડળમાં ભાજપનું પ્રભુત્વ સ્થાપિત થયું છે. પરિણામની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે.
માત્ર બોરસદ અને કપડવંજ બ્લોકમાં જ કોંગ્રેસના ઉમેદવારો જીતી શક્યા છે.આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં વ્યક્તિ સભાસદની એક બેઠક માટે બે ઉમેદવારો મેદાનમાં હતાં. આ વિભાગમાં કુલ સાત મત પડ્યાં હતાં. આ સાતેય મત માન્ય રહ્યાં હતાં. જાહેર થયેલા પરિણામમાં સાત મત પૈકી ચાર મત વિજયભાઈ ફુલાભાઈ પટેલને મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર રણજીતભાઇ કાન્તીભાઈ પટેલને ત્રણ મત મળ્યા હતા. આમ એક મત વધારે મેળવનાર ભાજપના વિજયભાઈ ફુલાભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.