પીએમશ્રી વિઠોડા શાળાના શિક્ષક આદિત્યકુમાર દરજીને ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2025’થી સન્માનિત કરાયા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ પાલડી ટાગોરહોલ ખાતે પાંચમી સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન ‘શિક્ષકદિને’ યોજાયેલ ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- 2025’ કાર્યક્રમમાં પીએમશ્રી શ્રીમતી કે.બી.શાહ તીર્થઅનુપમ પ્રા.શાળા,વિઠોડાના શિક્ષકશ્રી દરજી આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તથા શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર અને અમદાવાદના મેયરશ્રી પ્રતિભાબેન જૈનની ઉપસ્થિતિમાં ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અર્પણ કરાયો.જેથી આજે તેમણે એવોર્ડનું તથા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.જેને તેઓ ભગવાન યોગેશ્વરનો પ્રેમપત્ર તથા તેમના જીવનના શિલ્પકાર પરમ પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજીના(પૂજય દાદાજી) તથા માતા-પિતાના આશીર્વાદ અને શાળાના આત્મા એવા બાલદેવોની કૃપા માને છે.
તેમની આ અનોખી અને આગવી સિદ્ધિને મહેસાણા જિલ્લો, ખેરાલુ તાલુકો, SMC વિઠોડા તથા શાળા પરિવાર બિરદાવે છે, ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા ગૌરવ અનુભવે છે.