અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઇસરી ગામ નજીક શામળાજી તરફ જતા માર્ગની બાજુમાં કચરાની આડમાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યો
મેઘરજ તાલુકાના ઇસરી ગામ નજીક શામળાજી તરફ જતા માર્ગની બાજુમાં કચરાની આડમાં મેડિકલ વેસ્ટ ફેંકાયેલ હાલતમાં જોવા મળ્યો છે.જેમાં ટેબલેટ, વપરાયેલા પાટા તેમજ અન્ય મેડિકલ સામગ્રીનો સમાવેશ થાય છે. આ દ્રશ્યો સામે આવતા ગામજનો અને વાહનચાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.જાહેર સ્થળે આ રીતે મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું થઈ શકે છે. ચેપજન્ય રોગો ફેલાવાની શક્યતા વધુ હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી જરૂરી બની છે.હાલ આ વેસ્ટ કયા હોસ્પિટલ કે ક્લિનિકમાંથી ફેંકાયો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. જોકે, મેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલને કારણે અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે
આ બનાવથી ફરી એકવાર મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રત્યે તંત્રની બેદરકારી સામે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.