વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાનાં ચીખલી ખાતે આવેલ દિનકર ભવન ખાતે પ્રદેશની સુચના મુજબ ભુરાભાઈ શાહ ના નેતૃત્વમાં મા.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમની કાર્ય શાળા યોજવામાં આવી હતી આ કાર્ય શાળામાં પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલ એ વિસ્તૃત માહિતી આપી હતી આ સેવા પખવાડિયામાં સેવા દ્વારા છેવાડા ગામડાઓમાં રહેતા તમામ લોકો સુધી લાભ પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના સયોજક અશોકભાઈ ગજેરા, વિજયભાઈ પટેલ, રાકેશભાઈ શર્મા સહિત તમામ મંડળો ના પ્રમુખશ્રીઓ તાલુકાના સંયોજકો તેમજ પાર્ટીના હોદેદારો તાલુકા જિલ્લાપંચાયત ના ચુંટાયેલા સભ્યો હાજર રહી કાર્ય શાળા પૂર્ણ કરી હતી