ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – કપિલ દેવ ફાસ્ટ ફૂડમાં સ્વચ્છતાનો અભાવ મળતાં સીલ કરાયું

આણંદ – કપિલ દેવ ફાસ્ટ ફૂડમાં સ્વચ્છતાનો અભાવ મળતાં સીલ કરાયું

તાહિર મેમણ – આણંદ – 13/09/2025 – આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને એસ્ટેટ વિભાગની ટીમે વલ્લભ વિદ્યાનગર વિસ્તારમાં ખાણીપીણીના એકમોની આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. તપાસણી દરમિયાન કપિલદેવ સુપર સ્ટોર (ફાસ્ટ ફૂડ/મગ પુલાવ)માં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.

 

 

સ્થળ તપાસ દરમિયાન કપિલ દેવ ફાસ્ટ ફૂડમાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો. લોકોના આરોગ્યને જોખમ ધ્યાને લઈને જીપીએમસીની કલમ ૩૭૬-એ હેઠળ તાત્કાલિક અસરથી દુકાન સીલ કરવામાં આવી હતી..

 

 

મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસરે જણાવ્યું કે આગામી તહેવારોમાં પણ હોટલ, લારી-ગલ્લા, દુકાનો અને રેસ્ટોરન્ટની આકસ્મિક તપાસણી કરવામાં આવશે. જાહેર આરોગ્યને જોખમ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમણે તમામ ખાણીપીણીના એકમોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!