રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન દ્વારા ગૌશાળાની ગાયોને પોષ્ટીક આહાર ખવડાવી સેવાકીય કાર્ય કરવામાં આવ્યુ.
તારીખ ૧૪/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રોટરી ક્લબ ડેરોલ સ્ટેશન દ્વારા તારીખ ૧૩/૦૯૨૦૨૫ ના ગતરોજ મોડી સાંજે કાલોલ શહેરમાં આવેલ કલાલના ઝાંપા વેરાઇ માતાના મંદિરની બાજુમાં કામધેનુ ગૌશાળા ની મુલાકાત કરી ગાયોને ચારો ખવડાવવા સેવાકીય કાર્ય કરવામાં માટે તેમની સાર સંભાળ રાખતા કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટી મળી ગતરોજ મોડી સાંજે રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ના સભ્યો એ જાતે જઈને ગાયોને પોષ્ટીક આહાર જમાડવાનું સેવાકીય કાર્ય આયોજન કરવામાં આવેલ હતું. આ સેવાકીય કાર્યમાં રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન & કામધેનુ ગૌશાળાના સેક્રેટરી જયંતીભાઇ પંડ્યા ટ્રસ્ટી સતીષભાઈ શાહ સહિત રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશનના અન્ય સભ્યો હાજર રહી સેવા એ જ સૌથી મોટો ધર્મ છે અને આ સમયે પશુઓને આપણી સૌથી વધુ જરૂર છે તેમ સમજી રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશનના સભ્યો એ સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરી પ્રસંશનીય કામગીરી હાથ ધરી છે.