ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે ઇન્દુ બ્લડ બેન્ક તેમજ ફૈઝ યંગ સર્કલ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો..
1500 માં જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી ના મૌકા પર ખાસ આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સાધલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ ના હસ્તે પટ્ટી કાપી બ્લડ ડોનેશન કેમ્પ ની શુભ શરૂઆત કરાઈ.જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં કલ્લા ના હજરત સૈયદ મુસ્તાક અલી બાવા ના લાડકા ડોક્ટર સૈયદ મોઈન બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા…
વાત કરીએ તો આ બ્લડ ડોનેશન કેમ્પ માં બપોર ના બે વાગ્યા સુધીમાં દાતાઓ દ્વારા અંદાજિત ૧૪૦ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું..
જ્યારે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરતા આયોજકો તેમજ ઇન્દુ બ્લડ બેન્ક સ્ટાફ દ્વારા નારી શક્તિ ના વખાણ કર્યા હતા.