TANKARA:ટંકારાના હડમતીયા ગામે પાલનપીર મેળા દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી માટે કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ
TANKARA:ટંકારાના હડમતીયા ગામે પાલનપીર મેળા દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી માટે કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ
મેળા દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી માટે કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, લજાઈ ચોકડીથી હડમતીયા ગામ સુધી અને વાંકાનેરથી જડેશ્વર થઈ હડમતિયા સુધી તા.16થી 19 દરમિયાન ભારે વાહનોની અવર જવર ઉપર મનાઈ
ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે તા.૧૬થી તા.૧૯ સપ્ટેમ્બર સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ, દશમ, અગીયારસને અનુલક્ષી મેઘવાળ સમાજ દ્વારા પૌરાણીક મેળો યોજાનાર છે. જેમાં રોજના આશરે ૫૦૦૦ લોકો આવતા હોય છે. જેથી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.
મેળામાં લજાઈ ચોકડીથી વાંકાનેર તરફ જવાનો સ્ટેટ રોડ નીકળતો હોય અને જી.આઈ.ડી.સી. વિસ્તાર પણ આવેલ હોય જેના કારણે ભારે વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય જેથી ટંકારાથી લજાઈ મુખ્ય માર્ગ પર વાહનો તેમજ પગપાળા માણસોની અવર-જવર બહોળી પ્રમાણમાં રહેનાર હોવાથી મેળામાં ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવે છે. જેને દુર કરવા ભારે વાહનોના પ્રવેશબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ કલાક ૦૮/૦૦ વાગ્યા થી તા.૧૯/૦૯/૨૦૨૫ના કલાક ૧૪/૦૦ વાગ્યા સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ રહેશે. લજાઈ ચોકડીથી હડમતીયા ગામ અંદર આવતા ભારે વાહનો પ્રવેશી શકાશે નહી. વાંકાનેરથી જડેશ્વર થઈ હડમતિયા આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહી. લજાઈ ચોકડી તરફથી જતાં ભારે વાહનો મિતાણા ચોકડીથી વાલાસણ ગામ, પીપળીયા રાજ, અમરસર, વાંકાનેર શહેર તરફ જઇ શકશે. લજાઈ ચોકડી તરફથી જતાં ભારે વાહનો શકત શનાળાની રાજપર ચોકડી થી ધુનડા(સ), સજજનપર, જડેશ્વર, રાતીદેવડી,વાંકાનેર શહેર તરફ જઈ શકશે. વાંકાનેર તરફથી લજાઈ આવતા ભારે વાહનો અમરસર, પીપળીયારાજ, વાલાસણ, મિતાણા ચોકડી તરફ આવી શકશે. વાંકાનેર તરફથી લજાઈ આવતા ભારે વાહનો રાતીદેવડી, જડેશ્વર, સજજનપર, ધુનડા(સ), શક્ત શનાળા, રાજપર ચોકડી તરફ આવી શકશે.