GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કેનાલ રોડ પર આઇસરે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

MORBI:મોરબીના કેનાલ રોડ પર આઇસરે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

 

 

મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો‌ સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની સામે બુટાની વાડીમાં રહેતા નવિનભાઇ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ.૩૨) એ આરોપી આઇસર રજીસ્ટર નંબર જીજે-૧૪-જેડ-૦૯૫૩ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ આઇસર જેના રજીસ્ટર નં.GJ- 14-Z-0953 વાળુ પુરઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ફરીયાદીને હડફેટે લઇ ફરીયાદીને છાતીના ભાગે છાતીના ભાગે ફેકચર જેવી ઇજા તેમજ ફેફસામા ઇજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!