GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિની સંગઠન બાબતે વિશેષ બેઠક યોજાઈ 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

oppo_0

ખેરગામ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિની સંગઠન બાબતે વિશેષ બેઠક  ખેરગામ રાઇસ મીલ ખાતે યોજાય હતી આ બેઠકમાં બહેનોને પક્ષ સાથે સક્રિય રીતે જોડાવા, વધુ બહેનોને કોંગ્રેસ પરિવારમાં સામેલ કરવા અને તાલુકા સ્તરે મહિલા સશક્તિકરણના પ્રયાસોને વેગ આપવાના મુદ્દે ચર્ચા થઈ.આ પ્રસંગે મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સંગીતાબેન નાયકની આગેવાનીમાં વિભાબેન પટેલ, નિલમબેન, મમતાબેન, ખેરગામ સરપંચશ્રી ઝરણાબેન, મનિષાબેન, હેમલતાબેન પટેલ સહિત અનેક બહેનો હાજર રહ્યા.ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શશિનભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે –“મહિલાઓ માટે ૫૦% અનામત એ સશક્તિકરણની ચાવી છે. ખેરગામ તાલુકામાં મહિલા સશક્તિકરણને મજબૂત બનાવી કોંગ્રેસની વિચારધારા ઘર-ઘર પહોંચાડવી અમારી પ્રાથમિકતા છે.”આ બેઠકમાં સુભાષભાઈ, ઠાકોરભાઈ, પુરવભાઈ, ધર્મેશભાઈ પ્રદિપભાઈ તથા  આગેવાનો ઉપસ્થિત રહી સમિતિને માર્ગદર્શન આપ્યું.

Back to top button
error: Content is protected !!