તા.૧૪.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ભારત અને પાકિસ્તાન મેચને લઈ નગરપાલિકા ચોક ખાતે દાહોદ શહેર અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન
પહેલગામના મૃતકોના સન્માનમાં મેચ રદ કરવા દાહોદ સહેર કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યુ જેમાં એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડૂબઈ ખાતે મેચ રમાવવાની છે. જેને લઈ દાહોદ શહેર અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ વિરોધ પ્રદશન કરવામાં આવ્યું.ઇન્ડિયા-પાકિસ્તાન મેચને બાઈકોટ કરો” જેવા નારાઓ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે હુમલો કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા,ત્યારે આ મેચને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.એશિયા કપમાં બંને ટીમો વચ્ચે આજે 14 સપ્ટેમ્બરના રોજ ડૂબઈ ખાતે મુકાબલો હશે.ક્રિકેટ મેચનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે શહીદોના સન્માનમાં, અમે સરકારને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ રદ કરવાની માગ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે..પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એને હજી સુધી ભારત દેશની જનતા ભૂલી નહીં.એ આતંકવાદી હુમલાના ઘા હજી સુધી ભર્યા નથી અને હવે મેચ થઈ રહી છે. એટલે માંગ કરી છે કે, આ મેચને રદ કરવામાં આવે.જેથી આપણા શહદોને સાચી શ્રદ્ધાજલી મળી શકે..