AHAVADANG

ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામે અંબિકા ભૂદેવ હિરેનભાઇ પંડયાનાં સાંનિધ્યમાં ચારસોથી વધુ લોકો પિતૃશ્રાદ્ધ કર્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામ નજીકથી પસાર થતી અંબિકા નદીનાં પટમાં  કર્મકાંડી અને જ્યોતિશાચાર્ય હિરેનભાઈ પંડયાનાં સાંનિધ્યમાં પિતૃશ્રાદ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું..

ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામ નજીકથી પસાર થતી અંબિકા નદીનાં પટમાં  જ્યોતિશાચાર્ય અને કર્મકાંડી હિરેનભાઈ પંડયાનાં સાંનિધ્યમાં આજુબાજુ ગામનાં ચારસોથી વધુ સ્થાનિક આદિવાસીઓએ પોતાના પિતૃઓનુ પિતૃશ્રાદ્ધ કર્યુ હતુ.વાંસદાનાં કંડોલપાડા ગામનાં સુપ્રસિધ્ધ કર્મકાંડી અને જ્યોતિશાચાર્ય હિરેનભાઈ પંડયાનાં ગોરપદ હેઠળ આ શ્રાદ્ધ  કરવામાં આવ્યુ હતુ.આશરે ચારશોથી વધુ યજમાનોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતુ.અહી સ્પીકરની વ્યવસ્થા હોવાના કારણે યજમાનોને શ્રાદ્ધ કરવામાં સરળતા રહી હતી.અહી જ્યોતિષ આચાર્યએ જણાવ્યુ હતુ કે હિન્દૂ ધર્મની માન્યતા પ્રમાણે અને ધર્મ શાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર ધર્મરાજ યમદેવનાં આદેશથી પિતૃ લોકથી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પોતપોતાના ઘરે કોઈ પણ સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે પરોક્ષ યા પ્રત્યક્ષ આ દિવસે તૃપ્ત થવાના આશયથી શ્રાદ્ધ ભોજન ગ્રહણ કરવા પોતાના કુટુંબીજનો પાસે આવે છે,જે તેમની આશા પુરી થતા તે સંતુષ્ટ થઈ તૃપ્તિ અનુભવી ખૂબ જ આશીર્વાદ આપે છે,માટે જ તે પિતૃ દેવોનાં આત્માની શ્રેષ્ઠ સદગતિ તેના ક્રમ પ્રમાણે થાય છે માટે આ હેતુથી શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે. ધર્મ શાસ્ત્રોમાં શ્રાદ્ધને પરમ પુણ્ય કર્મ ગણેલ છે જેમાં શ્રદ્ધા રાખી પરિવારના મૃતક પૂર્વજોની આત્માની શાંતિ માટે સ્થાનિક આદિવાસી લોકો દ્વારા શ્રાદ્ધ કર્મ કરવામાં આવ્યુ હતુ.આદિવાસી સમાજમાં પિતૃઓને ઘણું મહત્વ આપવામાં આવે છે,જેમાં આદિવાસી સમાજ દ્વારા પરજણ જેવી વિધિ સાથે ખતરા પણ બેસાડવામાં આવે છે,આ ઉપરાંત હિન્દૂ ધર્મની ધાર્મિક પરંપરા મુજબ પિતૃઓનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે જેને સ્થાનિક બોલીમાં હરાધ પણ કહેવાય છે.હિન્દૂ ધર્મના શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ છે.શ્રાદ્ધમાં શ્રધ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે, પિતૃઓને આપણે સાચુ શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે.એવી જ પવિત્ર ભાવનાથી વાસુર્ણા ખાતે યજમાનો દ્વારા ભાદરવા વદ આઠનું શ્રાદ્ધ કરાયુ હતુ..

Back to top button
error: Content is protected !!