MORBI:મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં પતિએ ચારિત્ર ઉપર શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી
MORBI:મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં પતિએ ચારિત્ર ઉપર શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા ચારીત્ર બાબતે ખોટી શંકા કુશંકા કયી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ મેગાસીટી સીરામીક ક્વાર્ટરમા રહેતા પહેલવાન ટનટયાભાઈ બારેલા (ઉ.વ.૪૧) એ આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરયાભાઈ બારેલા રહે. સખતપુર મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ફઇ ના દિકરી બિંદાબેન ને તેના પતિએ ચારીત્ર બાબતે ખોટી શંકા કુંશકા કરી કોઇ હથીયાર ના માથામા તથા મોઢા પર ઘા મારી હત્યા નિપજાવી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.