કુકરમુંડા થી સુરત જતી બસે સાગબારા પાસે મારી પલ્ટી 8 થી 10 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 15/09/2025 – સાગબારા પાસે આજે વહેલી સવારે ગુજરાત એસટી બસ કે જે તાપી જિલ્લાના કુકરમુંડા થી સાગબારા થઈ સુરત જઇ રહી હતી તે અચાનક પલ્ટી મારી ગઈ હતી.
તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા ખાતેથી સુરત વાયા સાગબારા થઈને જતી ગુજરાત રાજ્યની એટી બસ નંબર GJ 18 Z 7738 વહેલી સવારના સુમારે 6 વાગ્યાના અરસામાં ઘનશેરા સરકારી નર્સરી સામેથી પસાર થતી વેલા બસ ચાલક ધર્મેન્દ્ર નારસિંગ વસાવા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પલટી મારી ગઇ હતી જેમાં સવાર મુસાફરોનો આબાદ થયો હતો.જોકે આ બસ ગણ્યા ગાંઠયા મુસાફરો પૈકીના 8 થી 10 જેટલાઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જેને સાગબારા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બસ વહેલી સવારે કુકરમુંડા થી સુરત જવા માટે નીકળી હતી અને સેલંબા થી સાગબારા વચ્ચે ઘનશેરા ખાતેથી પસાર થતી હતી જ્યા અચાનક બસ નેશનલ હાઈવેની બાજુમાં ખાડામાં પલ્ટી મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.અને તેમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયો ત્યારે ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે હાલ બસને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.