તા.૧૫.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:મુંબઈ ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં દાહોદના ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો ૧૩ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી દાહોદ આવતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરાયું
મુંબઈ ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનસિપમાં દાહોદ શહેરના ૧૫ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો.જેમાં આયુસ અમલીયાર.અભિનવ સીંગ.આરાધના સીંગ. સાક્ષી યાદવ.પરી કુમારી.ધ્રુવી રાઠોડ.માન્ય ડામોર.હિથાર્થ ડામોર.જયેશ રંગોટીયા.પ્રીતિ સોલંકી.પ્રિ્યાંસું ભુરીયા.ગ્રેન્સી પંચાલ એ તમામએ મુંબઈ ઓપન નેશનલ ચેમ્પિયનસીપમાં ૧૩ જેટલાં બાળકોએ શારૂ પ્રદશન કરી મુંબઈ ઓપન કરાટે ચેમ્પિયનસીપમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દાહોદ શહેર સહીત જિલ્લાનુ નામ રોષન કર્યું છે.સાથે એકજ શહેરના એક સાથે 13 બાળકોએ સારુ પ્રદશન કરી ૧૩ ગોલ્ડ મેડલ મેળવતા ઓલ ઇન્ડિયા ટ્રોફી પણ દાહોદના નામે થઈ હતી.જેમાં આજરોજ તમામ વિદ્યાર્થીઓ વિજેતા થઈ દાહોદ આવતા પૂર્વ ભાજપા અધ્યક્ષ મુકેશ ભાઈ ખચ્ચડ.નગરપાલિકાના વોર્ડ નંબર. ૫ કાઉન્સિલર કિંજલ બેન પરમાર.ભાજપના રમણભાઈ ભાભોર ની ઉપસ્થિતિમાં તમામ વિજેતા થઈ દાહોદ આવતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે તમામ બાળકોનું ઢોલ નગારા સાથે મીઠાઈ ખવડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કરાટે ટ્રેનર મોઈન ભાઈ શેખ ને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવી દાહોદ જિલ્લાંમા યોજનાર સાંસદ ખેલ મહાકુંભમા ભાવ લેવા ઉપસ્થિતિ મહાનુભાવોએ અપીલ કરી હતી