ખેડબ્રહ્મા શહેરમાં લારી-ગલ્લા, હોટલ લોજ, ફરસાણ ની દુકાનો સહિત રેકડીઓ ઉપર વાસી વસ્તુઓનું થતું વેચાણ.
અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા શહેરમાં લારી-ગલ્લા, હોટલ લોજ, ફરસાણ ની દુકાનો સહિત રેકડીઓ ઉપર વાસી વસ્તુઓનું થતું વેચાણ.
ખેડબ્રહ્મા શહેરમાં આવેલ કેટલીક મીઠાઈઓની દુકાનો ની અંદર માવો ઘી તેલ જેવી હલકી ગુણવત્તા વાળી વસ્તુઓ વાપરીને ખાદ્ય વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. તેની યોગ્ય તપાસ થાય તેવી લોકોની માગણી છે એક તરફ ખાદ્ય વસ્તુ ખાવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે.
લોકોને ઝાડા ઉલટી ના બનાવો બની રહ્યા છે. તો આવા અખાદ્ય વસ્તુઓના વેચાણ કરતા વેચાણકર્તાઓ સામે સકરકાર લાલ આંખ કરે તેવી માંગ.
મોટાભાગના લારી ગલ્લા વાળાઓ અને દુકાનો વાળા જોડે ફુડ સેફ્ટી વિભાગનું લાઇસન્સ પણ નથી.
વધુમાં આ વેચાણકર્તાઓ જૂનું અને વાસી ખાદ્યખોરક નું વેચાણ કરી રહ્યા છે અને તેમના નફા કરવા હેતુ લોકો ના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે તો આવા લોકો સામે સરકાર તપાસ કરે તેવી ખેડબ્રહ્મા ની જનતા માંગ છે .