સાબરકાંઠા જીલ્લાના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની બેદરકારી
અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબર કાંઠા જીલ્લાના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની બેદરકારી
ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તાર મા બેરોકટોક અખાદ્ય ગોળનો વેપલો ધમધમાટ
ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારમાં આશરે 35 જેટલી દુકાનોની અંદર અખાદ્ય ગોળનું વેચાણ થાય છે
ખેડબ્રહ્મા શહેરની અંદર નવ જેટલી મોટી દુકાનો આવેલ છે જેની તપાસ થાય
સાબર કાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તાર મા બેરોકટોક અખાદ્ય ગોળનો વેપલો ધમધમી રહ્યો છે
પોલીસ દેશી દારૂ ગાળવાની પ્રવૃતિ ઓ ઉપર વોચ રાખી તેને ડામવા કમર. કસવાની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ખેડબ્રહ્મા વિસ્તાર મા આવેલ અખાદ્ય ગોળ નો કારોબાર ફળ્યો ફુલ્યો છે
આ સંદર્ભે ગોળ મોકલનાર, મંગાવનાર અને ખરીદનાર સામે આવનારા દિવસો મા કડક કાર્યવાહી કરવા મા આવે તેવી માંગ પ્રજા ની ઉઠવા પામી છે અગાઉ ખેડબ્રહ્મા તાલુકાની પોલીસ દેશી દારૂ ના અડ્ડાઓ ઉપર રેડ કરતા અખાધ્યગોળ ઝડપાયો હતો જેની અંદર ખેડબ્રહ્મા ના કેટલાક મોટા વેપારીઓ પાસેથી હોલસેલ માં ખરીદ્યા હોવાના પુરાવા બહાર આવ્યા હતા
ખેડબ્રહ્મા શહેર ના વિવિધ બજારો મા અખાદ્ય સડેલો ગોળ ટ્રકમાંથી ખુલ્લે આમ ઉતરી રહયો છે જે આસપાસ ના ગામ્ય વિસ્તાર મા ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે
આ બાબતે પોલીસે આ મામલે કલમ-૭૦એ મુજબ ગોળનો જથ્થો જપ્ત કરીને તપાસ હાથ ધરે. તે પણ જરુરી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ વિશે તપાસ કરે તો મોટા પ્રમાણમાં આખા ગોળ પકડાય તેવી શક્યતાઓ છે