ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણના ગુજરાત મેડીકલ પાછળના રહીશો ઉભરાતા ગટરથી પરેશાન.
અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણના ગુજરાત મેડીકલ પાછળના રહીશો ઉભરાતા ગટરથી પરેશાન.
ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના રહીશ કોઠારી સુધીરકુમાર ચંપાલાલ સહિતના 20 જેટલા રહીશોએ ખેડબ્રહ્મા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે
ગુજરાત મેડીકલ પાછળના ભાગે રોડ રસ્તા બિસ્માર તથા રોડ પર ભરાતા પાણીથી ગંદકી/ રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે અને અમારા વિસ્તારમાં આશરે ૨૦ વર્ષ પહેલા રોડ બનાવવામાં આવેલ છે. ત્યારબાદ અમારા વિસ્તારમાં રોડનું કામ કે રોડનું સમારકામ પણ કરવામાં આવેલ નથી. જેથી અમારા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ રહે છે. જેના કારણે મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળે તેવી પુરેપુરી દહેશત છે. તથા અમારા વિસ્તારમાં આવેલ સુધીરભાઈ ચંપાલાલ કોઠારીના મકાનથી સોની દિનેશભાઈ કુન્દનમલના ઘર સુધીનો રસ્તો બિસ્માર થઈ ગયેલ હોઈ સત્વરે સદર રોડ નવીન બનાવવા માટે લેખિત રજૂઆત કરી હતી
આ અંગે સતિષભાઈ મરાઠી જણાવ્યું હતું કે અમોએ તારીખ 18 7 2025 ના રોજ લેખિત નગરપાલિકામાં રજૂઆત કરેલ છે પરંતુ આઠ દિવસ સુધી નગરપાલિકાના દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી અમારી 20 વર્ષની સમસ્યા ઠેરની ઠેર છે અમારા વિસ્તારના કોર્પોરેટરો જોવા મળતા નથી