BANASKANTHAGUJARATPALANPUR
ભાડુંત ગામના વતની ધર્મેન્દ્ર પટેલને પ્રકૃતિ પ્રેમી એવોર્ડ અર્પણ
15 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભાડુંત ગામના વતની ધર્મેન્દ્ર પટેલને પ્રકૃતિ પ્રેમી એવોર્ડ અર્પણ.અંબાજીમાં આયોજિત “પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2025” વિતરણ સમારંભમાં ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલને “પ્રકૃતિ પ્રેમી એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા. પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પાણી સંરક્ષણ અને કુદરતી સંપત્તિના સાચવણી જેવા ક્ષેત્રોમાં તેમના સતત યોગદાનને માન્યતા આપીને આ એવોર્ડ અપાયો. અંબાજી મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક તથા રાજ્યસ્તરીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ માટે તેમના સમર્પિત પ્રયત્નો, યુવાનોને પ્રેરણા આપનાર પ્રવૃત્તિઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં હરિત ક્રાંતિ લાવવાના પ્રયત્નો બદલ સૌએ તેમની પ્રશંસા કરી. આ એવોર્ડ તેમના કાર્યને નવી ઊર્જા અને પ્રેરણા પૂરું પાડે છે.