INTERNATIONAL

નેપાળમાં આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર Gen-Zને મળશે શહીદનો દરરજો

નેપાળના રાજકારણમાં ઇતિહાસ રચાયો છે. પ્રથમવાર એક મહિલા સુશીલા કાર્કી દેશના વડા પ્રધાન પદે આરૂઢ થયા છે. આ કેવળ નેપાળ માટે જ નહીં પણ સમગ્ર દક્ષિણ એશિયા માટે એક ઐતિહાસિક ક્ષણ બની છે. Gen-Z ચળવળના ઉદ્ભવ બાદ માત્ર ચાર દિવસમાં બદલાઈ ગયેલી સરકાર આજે નવી દિશા તરફ આગળ વધી રહી છે.

વાસ્તવમાં ઓલી સરકારની વિરુદ્ધ ઉદ્ભવેલી Gen-Z ચળવળે રાજકીય સ્તરે જ નહીં પણ સામાજિક અને નૈતિક સ્તરે પણ ઉથલપાથલ મચાવી દીધી. ચાર દિવસના આંદોલન દરમિયાન 72 વ્યક્તિઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું, જેમાં 59 યુવાન પ્રદર્શનકારી, 10 જેલમાં બંધ કેદીઓ, અને 3 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ આંદોલન માત્ર વિરોધ નથી રહ્યો તે એક રાષ્ટ્રીય આત્મચિંતન બની ગયો. યુવાનોએ સમાજમાં ચાલતી અનિયમિતતાઓ, ભ્રષ્ટાચાર અને જૂના શાસન સામે ગુસ્સો વ્યકત કર્યો અને એની સામે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું.

નવગઠિત કાર્કી કેબિનેટે આંદોલન દરમિયાન શહીદ થયેલા તમામ યુવાનોને શહીદનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. આ રાષ્ટ્રીય સ્વીકૃતિ માત્ર એક સન્માન નથી, પણ ભાવિ પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે. 17 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એ દિવસે સમગ્ર દેશમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. વધુમાં આ બહાદુર યુવાનોની યાદમાં “Gen-Z મેમોરિયલ પાર્ક” બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જે આંદોલનની ભાવના અને બલિદાનને સંજીવન આપશે.

કાર્કી સરકારના પહેલાં મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી એક છે પાછલી ઓલી સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોને રદ કરવાનો નિર્ણય. આ પગલું ભવિષ્યમાં ભ્રષ્ટાચારમુક્ત અને જવાબદાર શાસનની સ્થાપના માટે પ્રારંભિક પ્રયાસ રૂપે જોવામાં આવી રહ્યો છે. નવાં વહીવટી ધોરણો અંતર્ગત સુશીલા કાર્કી સરકાર સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે, હવે “જનતાનું શાસન, જનતાના હિત માટે” વહન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!