GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પોલીસ દ્વારા હાઈવે પર રોંગ સાઈડમાં ચાલતા ભારે વાહન અંગે ચેકીન ડ્રાઈવ હાથ ધરી
MORBI:મોરબી પોલીસ દ્વારા હાઈવે પર રોંગ સાઈડમાં ચાલતા ભારે વાહન અંગે ચેકીન ડ્રાઈવ હાથ ધરી
મોરબી જીલ્લામાં તા. ૧૪ થી ૧૬ સુધી હાઈવે પર રોંગ સાઈડમાં ચાલતા ભારે વાહન અંગે ચેકીન ડ્રાઈવ હાથ ધરી હતી જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ કેસ કરવા તેમજ દંડ વસુલવામાં આવ્યો હતો
ચેકીન ડ્રાઈવમાં કુલ ૮૦૨ વાહનો ચેક કરવામાં આવ્યા હતા હાઈવે પર રોંગ સાઈડમાં ચાલતા ભારે વાહનચાલકો સામે ૧૮ કેસ કરી કુલ રૂ ૫૭ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો નંબર પ્લેટ વગરના ૧૫ વાહનચાલકો સામે કેસ, તાલપત્રી ના લગાવેલ ૨૧ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા રોંગ સાઈડ અને વધુ ગતિથી જતા ૨૦ વાહનચાલકો સામે ગુનો નોધવામાં આવ્યો હતો અડચણરૂપ વાહન પાર્કિંગ કરનાર ૩૩ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ૧૬ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા