અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : દિલ્હી થી ચરસ નો જથ્થો અમદાવાદ પોહચે તે પહેલા દાવલી નજીક SOG ટીમે 3.477 કિલોગ્રામ ના જથ્થા સાથે 1 આરોપી ને 5 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યો
ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા કોમર્શીયલ ચરસનો જથ્થો કુલ વજન-૩.૪૭૭ કિ.ગ્રામ, મોબાઇલ ફોન, રોકડ રૂપિયા સહિતના મુદ્દામાલની કિંમત રૂ.૫,૨૫,૮૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસ ટીમે દાવલી નજીકથી ઝડપી પાડ્યો
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ-હેરાફેરી કરતા ઇસમોની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સારુ અને ચોક્સ બાતમીને આધારે વધુ એક માદક પદાર્થની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે
હાલ પણ હજુ કેટલાક વિસ્તારમાં માદક પદાર્થનું વેચાણ થતું હોય તેવો ઘાટ અરવલ્લી જિલ્લામાં છે થોડા દિવસો પહેલા મોડાસા થી અમદાવાદ જતો 48 લાખ જેટલાનો ડ્રગ્સ અમદાવાદ પોલીસે ઝડપી પાડી મોડાસાના 2 આરોપીને ઝડપી પાડ્યા હતા.નશીલા પદાર્થ સેવન જિલ્લામાં વધતું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે યુવાધન પણ રવાડે ચડ્યો છે.જે ચરસનો જથ્થો પકડાયો તે અમદાવાદ ખાતે મોકલવાનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું અને જે સાઉથ દિલ્હી નો શક્સ લઈને મોડાસા તરફથી અમદાવાદ જતો હતો અને ચરસ અમદાવાદ પોહચે તે પહેલા ઝડપી પાડવામાં પોલિસ સફરતા હાથ લાગી હતી
એસ.ઓ.જી.પોલીસ કર્મચારી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ મોજે.દાવલી પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા, તે દરમ્યાનમાં રાજસ્થાન પરીવહન નિગમની બસ નંબર.આર.જે.૦૯.પી.એ.૭૨૧૬ માં બેઠેલ ઇસમ નારાયણદત્ત ભગવાનદાસ ઉ.વ.૪૦ રહે.GC 86/7 સમાધીવાળી ગલી, ભરતવિહાર કોલોની, પુલ પ્રહલાદપુર, બદરપુર, જેતપુર, સાઉથ દિલ્હી નાઓની પાસે રહેલી બેગમાં તપાસ કરતાં પ્લાસ્ટીકની સેલોટેપ વીંટાળેલ ચાર (૦૪) અલગ-અલગ પાર્સલમાંથી માદક પદાર્થ ચરસ જેનું નેટ વજન.૩.૪૭૭ કિલોગ્રામ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૩૫૦૦/- તથા રોકડ રૂ.૮૧૦/- તથા રાજસ્થાન પરીવહન નિગમ બસની ટીકિટ નંગ-૧ કિ.રૂ.૦૦/- ગણી કુલ કિ.રૂ.૫,૨૫,૮૬૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતાં પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે લઇ ઇસમ તેમજ માદક પદાર્થે ચરસ મોકલનાર ભુપેન્દ્ર ચૌધરી તથા અમદાવાદ ખાતે ચરસ મંગાવનાર અજાણ્યા ઇસમની વિરૂધ્ધમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ.બી.ગુ.ર.નંબર.૦૬૮૭/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ.૮-સી, ૨૦(બી)(૨)(સી), ૨૯ ગુન્હો રજીસ્ટર કરી સદરી મળી આવેલ ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમઃ-
નારાયણદત્ત ભગવાનદાસ ઉ.વ.૪૦ રહે.GC 86/7 સમાધીવાળી ગલી, ભરતવિહાર કોલોની, પુલ પ્રહલાદપુર, બદરપુર, જેતપુર, સાઉથ દિલ્હી.
અટક કરવાના બાકી આરોપીઓઃ-
(૧) ભુપેન્દ્ર ચૌધરી જેનુ પુરૂ નામ-ઠામ જણાયેલ નથી.
(૨) અમદાવાદ ખાતે ચરસ લેવા આવનાર ઇસમ જેનુ નામ-ઠામ જણાયેલ નથી.