*ખેડબ્રહ્મામા ગંદુ પાણી વોઘામાં છોડવામાં આવતા ખેડૂતોના કુવાઓનુ પાણી દુષીત થતા તંત્રને લેખિત રજૂઆત.*
અહેવાલ:- પ્રતિક ભોઈ
*ખેડબ્રહ્મામા ગંદુ પાણી વોઘામાં છોડવામાં આવતા ખેડૂતોના કુવાઓનુ પાણી દુષીત થતા તંત્રને લેખિત રજૂઆત.*
ખેડબહ્મા અંબાજી હાઈવે થી ઉત્તર અને દક્ષિણ તરફના સીમાડામાં અમારી ખેતીની જમીનો આવેલ છે. અને આ જમીનો વચ્ચે થી ઉત્તર તરફ થી દક્ષિણ દિશા તરફ વાંધુ પસાર થાય છે. તેમજ ઉત્તર દિશા તરફ અંબિકા માતાજી મંદિર ને ગંદાપાણી ના નિકાલ માટેના પાઈપ મુકવામાં આવેલ છે. અને તે તમામ પાણી કે જે અમારા ખેતર તરફ આવી રહેલ વાંઘા માં એકઠુ થાય છે. અને તે ગંદુ પાણી અમારા આજુબાજુમાં આશરે દસ થી બાર કુવાના પાણીને દુષીત કરે છે. અને આ ગંદા પાણીમાં થી અમૌ ખેડુતે એ દરરોજ અમારા ખેતરમાં અવર જવર કરવાની હોય છે. અને આરોગ્ય ને પણ નુકશાન કર્તા છે. અને ગંદા પાણી ના કારણે રસ્તામાં લીલ પણ થઈ ગયેલ છે. અને આ વાંધામાં જંગલી બાવળિયા નો સામ્રાજ્ય પણ થઈ ગયું છે. આવતા જતા લોકો પણ રસ્તા ઉપર પડી જવાથી તથા ઢોરઢાંખર ને પણ નુકશાન થાય તેમ છે. આ બાબતે આજ દીન સુધી કોઈ જ નિકાલ થયેલ નથી. જેથી ખેડુતો ને મોટી મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી આ બાબતે કાયમી યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી ખેડૂતભાઈઓએ નાયબ કલેકટર, ખેડબ્રહ્મા ચીફ ઓફિસર, આરોગ્ય અધિકારી,અંબિકા માતાજી મંદીર મેનેજર, લેખિત રજૂઆત કરી