બોટાદ ના પ્રકૃતિ ઉપાસક ગ્રીન મેન સી.એલ.ભીકડીયા અને ચિત્રકૂટ બીજ બેંક ના દિગ્વિજય સિંહ ચુડાસમા ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ – ૨૦૨૫ અર્પણ*
*બોટાદ ના પ્રકૃતિ ઉપાસક ગ્રીન મેન સી.એલ.ભીકડીયા અને ચિત્રકૂટ બીજ બેંક ના દિગ્વિજય સિંહ ચુડાસમા ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ – ૨૦૨૫ અર્પણ*
બોટાદ ના પ્રકૃતિ ઉપાસક અને બોટાદ મુક્તિધામ (સ્મશાન ભૂમિ) ના પ્રણેતા અને શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન , રાશિ વન નું નિર્માણ કરનાર અને બોટાદ વિસ્તાર માં વૃક્ષારોપણ , જલ સંચય અભિયાન અને પર્યાવરણ સંરક્ષક તરીકે ઉમદા કાર્યવાહી કરનાર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા અને વિવિધ વૃક્ષો , લતા ,છોડ ના બીજ એકઠા કરી ચિત્રકૂટ બીજ બેંક દ્વારા ગુજરાત માં ફ્રી બીજ વિતરણ કરનાર દિગ્વિજય સિંહ ચુડાસમા (અભણ શિક્ષક ) ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ – ૨૦૨૫ શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર (ખેડબ્રહ્મા ) પ્રેરિત અને શ્રી રિહેન મહેતા વિદ્યાલય – માંકડી અને પ્રકૃતિ મિત્ર ગ્રુપ – ગુજરાત આયોજિત કાર્યક્રમ તા.૧૫/૯/૨૫ ના રોજ ગાયત્રી તીર્થ , અંબાજી ખાતે મહાનુભાવો ના વરદ હસ્તે આપી સન્માનિત કરેલ.આ સમારોહ માં ગુજરાત ભર ના પ્રકૃતિ મિત્રો નું સન્માન કરવામાં આવેલ.
સી.એલ.ભીકડીયા ને આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વૃક્ષા રોપણ / પર્યાવરણ ની ઉત્તમ કામગીરી સબબ એવોર્ડ અને જાયન્ટ્સ ફેડરેશન ૩/ B (ગુજરાત ) દ્વારા ગ્રીન મેન નો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ.તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ – ૨૦૨૩ મહા મહીમ ગવર્નર (ઉત્તર પ્રદેશ) શ્રીમંતી આનંદીબહેન પટેલ ના વરદ હસ્તે આપવામાં આવેલ.
આમ સી.એલ.ભીકડીયા ને વધુ એક પર્યાવરણ ક્ષેત્રે એવોર્ડ મળતા બોટાદ જાયન્ટસ સંસ્થા , વતન ઉગામેડી અને બોટાદ જીલ્લા નું ગૌરવ વધારેલ છે.
અહેવાલ કનુભાઈ ખાચર