અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન આજરોજ તારીખ 16 /9/ 2025 ના રોજ ગુજરાતના 350 સેન્ટરો ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી ખાતે સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન સેન્ટર આપવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં શિક્ષક મિત્રો, તલાટી મિત્રો, આચાર્ય મિત્રો, પોલીસ કર્મીઓ,તમામ સંવર્ગના કર્મચારીઓ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું આજરોજ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે ભિલોડા તાલુકાના તમામ સંગઠન હોદ્દેદાર ઓએ રક્તદાતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્ય જ્યોતિના આચાર્ય લલીતભાઈ સુથાર, ભિલોડા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક સંગઠનના રાજેન્દ્રભાઈ પટેલ, તેમજ શામળાજી આર્ટસ કોલેજના એનએસએસ સ્વયંસેવકોએ તેમજ બ્લડ ડોનેટ કેમ્પ ઉપસ્થિત રામાણી બ્લડ બેન્ક મોડાસાના તમામ કર્મચારીઓ, સિવિલ હોસ્પિટલ શામળાજીના તમામ કર્મચારીઓ, શિક્ષક મિત્રો આચાર્ય મિત્રોએ ખૂબ જ સહયોગ સાપડ્યો હતો. સર્વે નો ખુબ ખુબ આભાર..