તા.૧૬.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
નમો કે “નામ રક્તદાન”
Dahod:દાહોદ જિલ્લાની ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કરાયું
માનનીય વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મદદનીશ સેવા સંસ્થા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાનનો કાર્યક્રમ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં રાખવામાં આવેલ હતો. જે અંતર્ગત દાહોદ જિલ્લાની ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દાહોદ ખાતે રક્તદાન રાખવામાં આવેલ હતો.જેમાં જુદા જુદા મંડળોના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. જેનું ઉદ્ઘાટન દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે કરાવવામાં આવ્યું હતું. જે દરમ્યાન ધારાસભ્યશ્રી દ્વારા રક્તદાતાને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. એ સાથે ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરએ પણ આ કેમ્પમાં રક્તદાતાઓને શુભેચ્છા આપી હતી.દાહોદ પોલીસ અધિક્ષક જાડેજા, એ. એસ. પી. જગદીશ ભંડારી તથા પોલીસ સ્ટાફએ પણ રક્તદાન કરી આ માનવતાની સેવામાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો