Limkheda:લીમખેડા તાલુકા માંથી બોયફ્રેન્ડ જોડે ફોન પર વાત કરતા મમ્મી જોઈ જતા ઘરે થી નીકળી ગયેલ એક ૧૬વર્ષીય કિશોરી આવી જતા એકજાગૃતિ વવ્યક્તિએ ૧૮૧ અભયમ ટીમની મદદ લીધી
ત્યાર બાદ જાગૃત વ્યક્તિ એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા ૧૬ વર્ષ ની ઉમરના હતા, અને તેઓ તેમના ઘરે થી ચાલતા નીકળી આવેલ પીડિતા એ જણાવેલ કે તેઓ કોઈ છોકરા જોડે રિલેશનશિપ માં હતા, અને તેઓ ફોન દ્વારા કોન્ટેક માં રહેતા, આજ રોજ પીડિતાને તેના બોયફ્રેન્ડ જોડે ફોન થી વાત કરતા જોઈ જતા તેઓના મમ્મી જોઈ ગયેલ અને તેમનો ફોન તેમની મમ્મી એ લઇ લીધેલ, જેથી પીડિતા ઘરે થી નીકળી અને ચાલતા ચાલતા તેઓના બોયફ્રેન્ડ ના ઘરે જવા નીકળી ગયા હતા, તેઓના બોયફ્રેન્ડ નું સરનામું ના મળતા તેઓ જાગૃત વ્યક્તિ ના ઘરે પહોંચ્યા બાદ ૧૮૧ ની મદદ લીધેલ, ત્યાર બાદ પીડિતા ને સમજાવેલ તમારી ઉપર ૧૬ વર્ષ ની છે તો તમે આમ લગ્ન સબંધ વિના તમારા બોયફ્રેન્ડ જોડે રહો તે યોગ્ય નથી, અને તમે ભાગીને લગ્ન કરો તો પણ તે માટે તમારી ૧૮ વર્ષ ની ઉંમર હોવી જોઈએ તમે આમ ભાગી ને લગ્નજીવન માં રહો તે કાયદાકીય ગુનો છે, તમારા પર પોક્સો એક્ટ લાગુ પડી શકે અને તમને સજા પણ થઇ શકે છે, અને તમે હજી ૧૮ વર્ષ ની ઉંમર ના નથી થયાં એટલે તમે નાબાલિકા છો તમારા માટે યોગ્ય સુ છે તે તમે સમજી સકતા જેથી તમારા મમ્મી પપ્પા તમને મજૂરી કરી અભ્યાસ પૂરો કરાવે છે તો તમે અભ્યાસ પૂરો કરો. ત્યારબાદ પીડિતા ને પોતાની ભૂલ સમજતા તેઓ તેમના ઘરે જવા માંગતા હતા, જેથી પીડિતા નું સરનામું મેળવી અને પીડિતા ના મમ્મી અને ભાઈ ને ફેમેલી હેન્ડ ઓવર કરેલ છે, જેથી પીડિને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડતા પીડિતા ના પારેવારે આભાર માનેલ.