હાલોલ:વીએમ સ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન અંતર્ગત ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૯.૨૦૨૫
હાલોલ વી એમ શાહ સ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન અંતર્ગત સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાયો હતો.જેમાં 303 ઉપરાંત રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંયુક્ત મોરચાના નેજા હેઠળ માંનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન ની ઉજવણી અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક લાખ રક્ત બોટલ એકત્રિત કરવાનું આયોજન ના ભાગ રૂપે આજે મંગળવાર ના રોજ પંચમહાલ જિલ્લા સંયુક્ત મોરચા દ્વવારા હાલોલ ની વી એમ શાહ સ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન ની મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવમાં હાલોલ વિધાનસભામાં રેડ ક્રોસ સોસાયટી અને ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.જેમાં બે સેન્ટર માં સવારે 8 કલાકે રક્તદાન મહાઅભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, તાલુકા શિક્ષણ અધિકારી જયદીપ ભાટિયા, હાલોલ નગર પાલીકા ના પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી સભ્ય પ્રમોદભાઈ રાઠોડ, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ, શાળા ના ગુજરાતી અંગ્રેજી માધ્યમના આચાર્ય મુંગેન્દ્રસિંહ સોલંકી, રજનીકાંત ધમલ,હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખ સહીત સરકારી અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓ નો ઉત્સાહ વધાર્યો હતો.સવાર ના 8 વાગ્યા થી શરુ થયેલ રક્તદાન શિબિરમાં બપોર ના ચાર વાગ્યા સુધીમાં 303 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું અને રક્તદાન ચાલુ હોવાનું જાણવા મળી આવ્યું છે.