MORBI:મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી
MORBI:મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી
મોરબીના કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન અને સરસ્વતી નિકેતન આશ્રમની બાજુમાં પાંજરાપોળની મસમોટી જગ્યામાં 10 લાખ વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવવાનું કામ પૂર્ણતાને આરે છે. તા.17-09-2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી દ્વારા, માનનીય પ્રધાનમંત્રીને તેમના જન્મ દિવસે મોરબીથી અર્પણ કરવામાં આવનાર હોય આ સમારોહમાં મોરબી જિલ્લાના 75 એવા દિવંગત મહાનુભાવો કે જેઓએ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, કલા, રમતગમત, ધાર્મિક કે અન્ય ક્ષેત્રમાં, મોરબીને ગૌરવ અપાવ્યું હોય, તેવા વ્યક્તિ વિશેષની એક પ્રદર્શની ગોઠવવામાં આવનાર છે,આ પ્રદર્શનીમાં એવા સંખ્યાબંધ મહાનુભાવો હશે, જેનો સામાન્ય રીતે બધાને પરિચય નહીં હોય. એવી અલભ્ય પ્રદર્શની નિહાળવા તથા 10 લાખ વૃક્ષોના લોકાર્પણ સમારોહ થવાનો હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીની કોર ટીમના હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી,કિરણભાઈ કાચરોલા મંત્રી,નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી, રમેશભાઈ ચાવડા, સહ કોશાધ્યક્ષ રમેશભાઈ ભાટિયા વગેરે કાર્યકર્તાઓએ નમોવન તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા મુલાકાત લઈ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.