મેજિક બસ ઇન્ડીયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ઼સ પ્રોગ્રામ દ્વારા પોષણ સપ્તાહ ૨૦૨૫ ના અંતર્ગત વાલીઓ ને અને બાળકો ને કે.વી.કે સેન્ટર ચાસવડ અને સેનીટેશન પાર્ક ઝઘડીયા ની વિઝિટ કરાવવામાં આવી.
મેજિક બસ ઇન્ડીયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ દ્વારા નેત્રંગ,વાલિયા અને ઝઘડિયા તાલુકા ના વિવિધ ગામોના વાલીઓ અને બાળકોને કે.વી.કે સેન્ટર ચાસવડની મુલાકાત કરાવામાં આવી. કે.વી.કે સેન્ટર ચાસવડની મુલાકાત મુખ્ય હેતુ| હતો કે બાળકો અને વાલીઓ ને કિ્રચન ગાર્ડનનું મહત્વ સમજે અને કિ્રચન ગાર્ડન વિશે સંપૂર્ણ માહિતી મળે , તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાનું સ્વાસ્થ્ય સારી રીતે બનાવી શકે અને પોષણ નું મહત્વ સમજી શકે. કે.વી.કે સેન્ટર ના સાહેબો દ્વારા ખૂબ સારી રીતે સપૂર્ણ માહિતી આપવામાં આવી.
સેનીટેશન પાર્ક ઝઘડીયા ની વિઝિટ માં વેસ્ટ મેનેજમેન્ટ ના ઉદ્દેશ્ય થી કચરા યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય, સૂફો કચરો અને ભીનો કચરો અલગ કરી તેને યોગ્ય રીતે રિસાયકલ કરી પર્યાવરણ ને બચાવી શકાય અને આવક પણ મેળવી શકાય, ભીના કચરા થી કંપોસ ખાતર બનાવી ખેતી માં ઉપયોગ લઈ શકાય તે બાબતે ફિડબેક ચેરિટેબલ ટ્રસ્ટ ના ઓફિસર ઈશ્વર ભાઈ અને રજનીકાંત સાહેબ એ ખુબ સારી રીતે સમજાવ્યા, જેમાં મેજિક બસ સ્ટાફ તેમજ 241 જેટલા બાળકો અને વાલીઓ એ ભાગ લીધો હતો.આ વિઝિટ દ્વારા વાલીઓ અને બાળકો ને ઘણો ફાયદો થયો અને તે બદલ મેજિક બસ ઇન્ડીયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ નો બાળકો અને વાલીઓ એ ખબ આભાર માન્યો.