ARAVALLIGUJARATMODASA

મોડાસા : માલીકીના મકાનનો અસલ દસ્તાવેજ “તેરા તુજ કો અર્પણ” અંતર્ગત પરત સોંપવામાં આવ્યું ગૃહમંત્રી અને જિલ્લા પોલિસ વડાનું સરહાનીય કાર્ય 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : માલીકીના મકાનનો અસલ દસ્તાવેજ “તેરા તુજ કો અર્પણ” અંતર્ગત પરત સોંપવામાં આવ્યું ગૃહમંત્રી અને જિલ્લા પોલિસ વડાનું સરહાનીય કાર્ય

વ્યાજે લીધેલ નાણાની અવેજમાં જામીનગીરી પેટે મુકેલ મકાન ભોગ બનનારને અંધારામાં રાખી મકાન પોતાના નામે કરી લેનાર ઇસમ પાસેથી ભોગ બનનારને પોતાના મકાનનો રીર્વસ દસ્તાવેજ કરી આપવામાં મદદ ક૨તી અરવલ્લી જીલ્લા પોલીસ

સને ૨૦૨૧-૨૦૨૨ની સાલમાં ભોગ બનનાર કૃપાબેન કનૈયાલાલ જોષી રહે.પાવનસીટી મોડાસા નાઓને તેઓની જ પાવનસીટી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રામલાલ સીંધીનાઓ સાથે પરીચય થતાં કૃપાબેનને તેઓના ભાઈને વિદેશ જવા સારૂ અઠ્ઠાવીસ લાખ રૂપીયાની જરૂરીયાત ઉભી થતાં આ મુકેશભાઈ રામલાલ સીંધીનાઓએ અઠ્ઠાવીસ લાખ રૂપીયા વ્યાજે આપેલ પરંતુ આ મુકેશભાઈ રામલાલ સીંધીનાઓએ કૃપાબેન કે જેમના પતિ વિદેશ રહેતા હોઈ તેમજ તેમના માતાપિતા પણ વયોવૃધ્ધ હોય તેનો લાભ લઈ મુકેશભાઈ રામલાલ સીંધીએ અઠ્ઠાવીસ લાખ રૂપીયા વ્યાજે આપેલ તેની જામીનગીરી પેટે કબ્જા વગરનો બાનાખત કરવો પડશે તેમ કહી કૃપાબેનની માલીકીનો પાવનસીટી મોડાસા ખાતે આવેલ મકાનનો દસ્તાવેજ કૃપાબેનને અંધારામાં રાખી પોતાના નામે કરી લીધેલાનું કૃપાબેનને જાણ થયેલ તે પછી કૃપાબેને પોતાની રીતે આ મુકેશભાઈ સીંધીને તેઓની પાસેથી વ્યાજે લીધેલ રૂ.૨૮,૦૦,૦૦૦/- વ્યાજ સહીત પરત આપવાની વાત કરેલ તેમ છતાં મુકેશભાઈ સિંધીએ કૃપાબેનને તેઓનું મકાન આજદિન સુધી પરત આપેલ નહી જેથી આ કૃપાબેને ગૃહરાજ્ય હર્ષ સંઘવી ગાંધીનગરનાઓનો સંપર્ક કરતાં માન.ગૃહમંત્રીનાઓની સુચના અનુસાર અરવલ્લી જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન.જાડેજા  માર્ગદર્શન હેઠળ અરવલ્લી પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષોને સમજાવટ ક૨તાં કૃપાબેન તથા મુકેશભાઈ સીંધી વચ્ચે સમાધાન થતાં કૃપાબેનનુ મકાન આ મુકેશભાઈ સીંધીએ પ૨ત આપી રીવર્સ દસ્તાવેજ કરાવી આપતાં માન.ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરનાઓના હસ્તે કૃપાબેનને તેઓની માલીકીના મકાનનો અસલ દસ્તાવેજ “તેરા તુજ કો અર્પણ” અંતર્ગત પરત સોંપવામાં આવેલ છે. આમ ભોગ બનનાર કૃપાબેનને પોતાના મકાનનો દસ્તાવેજ પરત કરાવી આપી પ્રશંસનીય કામગીરી કરતી અરવલ્લી જીલ્લા પોલીસ

Back to top button
error: Content is protected !!