ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણી,બોલુન્દ્રા કૃષ્ણાશ્રમ ખાતે યજ્ઞ નું આયોજન 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણી,બોલુન્દ્રા કૃષ્ણાશ્રમ ખાતે યજ્ઞ નું આયોજન

અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી યોજાઈ હતી. જિલ્લાભરમાં અનેક સ્થળોએ સેવાકાર્ય, પૂજન-અર્ચન અને યજ્ઞોનું આયોજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.મોડાસા તાલુકાના બોલુન્દ્રા કૃષ્ણાશ્રમ ખાતે આ અવસરે વિશાળ યજ્ઞનું આયોજન થયું. કાર્યક્રમમાં રાજ્યના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સહિત સંગઠનના અન્ય હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આશ્રમના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞમાં આહુતિ અપાઈ અને દેશના સુખ-શાંતિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત આશ્રમની ગૌશાળામાં ગૌપૂજન કરવામાં આવ્યું અને ગાયોને ગોળ ખવડાવી સેવા કાર્યોનો સંદેશ આપવામાં આવ્યો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વડાપ્રધાનના જીવનપ્રવાસ અને તેમના સેવાકાર્યો અંગે વાત કરી તેમજ “સેવા હી સંગઠન” ના સૂત્ર સાથે સમાજને પ્રેરિત થવા અપીલ કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!