કેશોદના શરદ ચોકમાં આવેલ લોહાણા મહાજન સુંદર વાડી ખાતે રાજ્યના કર્મચારી સંગઠનો અને મદદગાર પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રસાર અને પ્રચાર થી લોકો બ્લડ ડોનેશન માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા આ કાર્યમાં રાજ્યના કર્મચારીઓ સાથે સમાજના તમામ વર્ગ તેમજ તમામ સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી ગામે ગામ હજારોની સંખ્યામાં બ્લડ ડોનેશન માટે ઓનલાઇન નામાંકન રજીસ્ટર્ડ થયા હતાં આ ભગીરથ કાર્યમાં તાલુકા તેમજ જિલ્લા કક્ષાઓ એસટી કર્મચારી સંકલન સમિતિ પોલીસ પરિવાર હોમગાર્ડ નો સંપૂર્ણ સાથ સહકાર કેશોદ ના ફાર્માસિસ્ટ દીપેન અટારા ના જણાવ્યા મુજબ યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નવો વિક્રમ થયો છે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકઠું થયેલું બ્લડ ભારત માટે જાન ન્યોછાવર કરનાર સૈનિકો તથા થેલેમિયાના દર્દીઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે આ ઉપરાંત અટારા દ્વારા આહવાન કરવામાં આવેલું હતું કે દરેક કેશોદ વાસીઓ બ્લડ આપવા માટે સક્ષમ હોય તેઓએ અવશ્ય બ્લડ ડોનેશન કરવું જોઈએ તેવી વિનંતી કરવામાં આવી હતી જેના લઈને ડોનેશન પરિસરમાં લોકો ઉમટી પડ્યા હતા એસ ટી ડેપો ના અને રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદા નો પણ પૂર્ણ સહકાર મળેલો હતો
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ