અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
રેલ્લાવાડા ખાતે ચાર વર્ષ થી ચાલતી વીજ સુવિધા કેન્દ્ર ની ઓફિસ એકાએક બંધ થઈ : 4 વર્ષનું ઓફીસ ભાડું ચૂકવ્યું ન હોવાના આક્ષેપ..!!
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના રાજેસ્થાન ની સરહદે આવેલ રેલ્લાવાડા ગામ જ્યાં આજુબાજુના કેટલાય ગામોને આવરી લેતું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે અને ત્યાંના લોકોને અને આજુબાજુના ગામડાઓ ને વિવિધ સુવિધા મળી રહે તે હેતુ અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ ત્યાંના આજુબાજુના ગામડાઓના તેમજ રેલ્લાવાડા વિસ્તારના વીજ ધારકો માટે વીજ તંત્ર સુવિધા કેન્દ્ર રેલ્લાવાડા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ચાર દિવસ થી ઓફિસ ને એકા એક બંધ કરી દેતા ત્યાંના ગ્રાહકો મૂંઝાયા છે ત્યારે સમગ્ર ઓફિસ ને લઇ ચર્ચાનો વિષય બન્યો હતો અને જેને લઇ સમગ્ર ઘટના જોતા ઓફિસ ભાડે આપનાર સાથે ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઓફિસ છેલ્લા ચાર વર્ષથી ભાડે આપેલ હતી જેમાં એક મહિનાના 4500 રૂપિયા ભાડા પેટે આપેલ હતી અને ત્યાર બાદ ઓફિસના કામ કાજ અર્થ એ વીજ તંત્ર ની માંગણી ને આધારે વધુ એક ગોડાઉન તરીકે અન્ય એક રૂમ પણ રાખવામા આવેલ જેનું ભાડું પણ 4500 રૂપિયા રાખેલ છે પરંતુ આ ભાડું આજે 4 વર્ષ વીતવા છતાં હજુ સુધી આપવામાં આવ્યું નથી કે ચાર વર્ષનું લાઈટબીલ પણ ચૂકવ્યું નથી તેવા આક્ષેપો થયા છે ત્યારે એકા એક ઓફિસ બંધ કરી દેવાના આક્ષેપો સાથે વીજ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.બીજી તરફ ઓફિસ ને લઇ ઉપર સુધી કોઈ પણ પ્રકારની દરખાસ્ત પણ ન મળી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે રેલ્લાવાડા વિસ્તાર એ રાજસ્થાન ની સરહદે આવેલ ગામ છે અને હવે ત્યાંના વીજ ગ્રાહકો મૂંઝાય છે કે હવે અમારું શું..? અને જે ભાડે આપનાર વ્યક્તિને પણ 4 વર્ષનું ભાડું ચુવ્યું નથી અને હવે આ ભાડું મળશે કે નહીં તેના પર સવાલો ઊભા થયા છે ત્યારે અહીં એક વીજ તંત્ર ની ધોરબેદરકારી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે