GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વીસીપરામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
MORBI:મોરબીના વીસીપરામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૧૨ જેની કિંમત રૂપિયા ૩૯૮૦૦ તથા બીયર ટીન નંગ -૦૫ કિં રૂ. ૧૧૫૦ મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.