અરવલ્લી : SWAM નામની પોંજી સ્કીમના એજન્ટ બનેલા લાલચુ શિક્ષકોએ એક યુવક 5.50 લાખ ડુબાડતા ફરિયાદ..!! જિલ્લામાં ચાલતી એક ના ડબલ ની સ્કીમો બંધ થશે ખરી..?
સરકારી પગાર લેતા હોવા છતાં અનેક લાલચુ શિક્ષકો ચાલુ શાળાએ શૈક્ષણિક કાર્યો છોડી પોંજી સ્કીમોના એજન્ટ બની લોકોના રૂપિયા ડુબાડી મસ્ત માલી રહ્યા છે*
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : SWAM નામની પોંજી સ્કીમના એજન્ટ બનેલા લાલચુ શિક્ષકોએ એક યુવક 5.50 લાખ ડુબાડતા ફરિયાદ..!! જિલ્લામાં ચાલતી એક ના ડબલ ની સ્કીમો બંધ થશે ખરી..?
*પોંજી સ્કીમનો ભોગ બનેલા યુવકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અશ્વિન ભીખાભાઈ પ્રજાપતિ તેમની પતિની દીપ્તિ બેન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા અરજી કરી*
*SWAM કંપનીનો જીલ્લામાં પાયો નાખનાર પ્રા.શિક્ષક મુકુંદ પાટીલ અને ઇલા અસારીએ શિક્ષકો સહિત અનેક લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા ડુબાડ્યા હોવાનો ગંભીર આક્ષેપ*
*સરકારી પગાર લેતા હોવા છતાં અનેક લાલચુ શિક્ષકો ચાલુ શાળાએ શૈક્ષણિક કાર્યો છોડી પોંજી સ્કીમોના એજન્ટ બની લોકોના રૂપિયા ડુબાડી મસ્ત માલી રહ્યા છે*
*પોંજી SWAM કંપની ડૂબતા મુખ્ય એજન્ટ પ્રા.શિક્ષક મુકુંદ પાટીલ અને ઇલા અસારીએ છેતરપિંડીનો ભોગ બનનાર રિતેશ પ્રજાપતિને તેમના મકાન આપી દેવાની હૈયાધારણા આપે રાખી હતી આખરે ભોગ બનનાર યુવક ઉંચા વ્યાજની લાલચમાં લૂંટાઈ ગયો હોવાનો અહેસાસ થતાં બેબાકળો બન્યો*
*ભોગ બનનાર યુવક પૈસા પરત માંગવા અશ્વિન પ્રજાપતિના ઘરે પહોચતાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેની જેમ અશ્વિન પ્રજાપતિ અને તેના પરિવારે માર મારી કરી સોનાની ચેઇન અને 3500 રૂપિયા લૂંટી ખૂન કરી નાખવાની ધમકી આપતાં યુવક ફફડી ઉઠ્યો*
*વધુ એક પોંજી SWAM નામની કંપનીમાં મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લાના લાલચુ રોકાણકારોના 20 કરોડથી વધુ રૂપિયા ડૂલ થતા કોઠીમાં મોંઢું નાખી રોવાનો વારો આવ્યો*
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં રોકાણકારોને એક કા તીન કરી આપતી અનેક કંપનીઓ અને સ્કીમ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં કોરોના સંક્રમણ માફક લાલચુ લોકોમાં ફેલાઈ ગઈ હતી સરકાર પણ આવી લેભાગુ કંપનીઓ સામે લાચારી અનુભવતી હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી ન હોવાથી લેભાગુ તત્ત્વોને છુટ્ટોદોર મળી ગયો હતો પરંતુ BZ,હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ, આર.કે.એન્ટરપ્રાઇઝ સહિતની પોંજી સ્કીમનો પર્દાફાશ થતાની સાથે બંને જીલ્લામાં ધમધમતી 20 થી વધુ પોંજી કંપનીઓના શટર પડી જતા અનેક તવંગર અને ગરીબ લોકોના અબજો રૂપિયા ડૂબી ગયા હતા નવાઈની વાત તો એ હતી કે સૌથી વધુ પોંજી સ્કીમોના એજન્ટ શિક્ષકો હોવાનું અને ઉંચા વ્યાજની લાલચમાં સૌથી વધુ રોકાણ મુખ્યત્વે શિક્ષકોએ રોકાણ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું જોકે પોંજી સ્કીમોના સંચાલકો સામે સરકારે કુલડીમાં ગોળ ભાગ્યો હોવાની વાતો પણ વહેતી થઈ હતી
મોડાસા શહેર શહેર સહિત અરવલ્લી જીલ્લામાં સુરતથી ઉંચા વ્યાજની લાલચ આપતી SWAM નામની કંપનીએ લાલચુ શિક્ષકોને એજન્ટ બનાવી વિદેશ ટુર અને ઊંચુ કમિશનની લાલચ આપતાં પ્રા.શિક્ષક મુકુંદ પાટીલ અને ઇલા અસારી એજન્ટ બની મોડાસા શહેરની ખાનગી હોટલોમાં ભવ્ય પાર્ટીઓ આપી શિક્ષકો સહિત અનેક લોકોને રોકાણ કરવા લલચાવ્યા હતા જેમાં મળતી માહિતી મુજબ મોડાસા શહેરની રાણા સૈયદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્વિન પ્રજાપતિ અને તેમની પત્ની દિપ્તીબેન પ્રજાપતિ પૈસા રોકાણ કરી વધુ લાલચમાં આવી એજન્ટ બની રિતેશ પ્રજાપતિ નામના યુવકને સેમિનારમાં આમંત્રણ આપી કંપનીના ડિરેક્ટરોની લોભામણી વાતોમાં ફસાઈ 5.50 લાખનું રોકાણ કરી શરૂઆતમાં વ્યાજ આપ્યાં પછી ડિરેક્ટરો હવામાં ઓગળી જતા એજન્ટ બનેલા શિક્ષકો પણ ફસાઈ ગયા હતા