HIMATNAGARSABARKANTHA
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75માં જન્મદિવસ નિમિત્તે કાનડા ગામ ખાતે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ
આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75માં જન્મદિવસ નિમિત્તે કાનડા ગામ ખાતે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી કાર્યક્રમમાં સમગ્ર કાનડા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વિશેષ રૃપે સાબરકાંઠા અને અરવલ્લી લોકસભાના સાંસદ માનનીય શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા ધારાસભ્ય માનનીય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા સાહેબ તથા સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ એ પણ હાજરી આપી કાર્યક્રમને ભાવભીની ઉજવણી બનાવી.
આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહભેર ઉલ્લાસ જોવા મળ્યો હતો અને વડાપ્રધાનશ્રીના દીર્ઘ આયુષ્ય તથા સુખાકારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી.
અને આ તમામ કાર્યક્રમ કાનડા ગામ ની ગ્રામ પંચાયત ના યુવા સરપંચ શ્રી મનહરસિંહ ભારતસિંહ ઝાલા ના હસ્તે યોજવામાં આવ્યો હતો.