GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળાના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભ 2025 – 26 માં જિલ્લા કક્ષાએ મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૯.૨૦૨૫

કલા મહાકુંભ 2025 – 26 નું જિલ્લા કક્ષાનું આયોજન સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગાદી સ્કૂલ ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં લગ્ન ગીત ,સમૂહ ગીત ,રાસ, ગરબા, સુગમ સંગીત,હાર્મોનિયમ, ચિત્રકલા,ભરત નાટ્ય જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કલરવ શાળામાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમજ શાળાના સંગીત શિક્ષક એ બધા ભાગ લીધેલ.જેમાં શાળાના શિક્ષક નિખિલભાઇ પંચાલ એ સુગમ સંગીત માં પ્રથમ ક્રમે, સુગમ સંગીતમાં (6 થી 14 વર્ષ) કુ.કેયાબેન રાઠોડ પ્રથમ ક્રમે, ગરબા (15 થી 20 વર્ષ) મા પ્રથમ ક્રમ, ભરતનાટ્યમ ,રાસ અને ચિત્રકલામાં દ્વિતીય ક્રમાંક તેમજ હાર્મોનિયમ અને સમૂહ ગીતમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ.આ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર બધા જ વિદ્યાર્થીઓ તેમજ સંગીત શિક્ષક જે હવે ઝોન કક્ષાએ ભાગ લઈને કલરવ શાળાનું નેતૃત્વ કરશે. આ અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરવા બદલ શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાએ બધા જ વિદ્યાર્થીઓ તેમજ સંગીત શિક્ષક ને અભિનંદન આપીને ઝોન કક્ષાએ શાળાનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!