વિજાપુર તાલુકા પોલીસ મથકે જીલ્લા પોલીસ અધિક્ષક નો લોક દરબાર યોજાયો
શહેરના વિવિધ વિસ્તારો મા ટ્રાફિક અને બ્લ્યુ ફિલ્મ લગાવેલ નંબરપ્લેટ લગાવ્યા વગર ની ફરતી ગાડી નો મુદ્દો ચર્ચાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પોલીસ મથકે જીલ્લા પોલીસ અધિક્ષક નો લોક દરબાર પોલીસ અને પ્રજા વચ્ચે નો સેતુ બંધાય તેવા ઉદ્દેશ સાથે આ લોકદરબાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબાર મા જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. લોકોની રજૂઆત સાંભળી સમસ્યાઓ નુ સત્વરે નિકાલ લાવવા માં આવશે એવો વિશ્વાસ આપ્યો હતો. પોલીસ અને પ્રજા સાથે મિત્રતાનો સેતુ બંધાય તે માટે ઉપસ્થિત લોકોને ગભરાયા વગર પોતાની સમસ્યા પોલીસ સમક્ષ જાણ કરવાની પણ જીલ્લા પોલીસ અધિક્ષકે અપીલ કરી હતી. જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક દિનેશ સિંહ ચૌહાણે ઉપસ્થિત રાજકીય અગ્રણીઓ ની આનંદપુરા ચોકડી થી ચક્કર અને ખત્રીકૂવા વિસ્તાર અને ટીબી વિસ્તાર માં ટ્રાફિક સમસ્યા નો નિકાલ કરવા તેમજ શહેરમાં બ્લ્યુ ફિલ્મ લગાવી નબર પ્લેટ વગરની ગાડીઓ સામે તેમજ શહેરમાં સિજરો દ્વારા ગાડી પડાવી લેવી તેમજ મૂકેલી ગાડીઓ જાણ વગર ઉઠાવી લઇ જતા હોય છે તે બાબતે ઘણી વખત ગાડી લેનાર ને તકલીફ માં મુકાવું પડે છે તો કેટલીક જગ્યાએ પોલીસ ની નજર થી બચી ને ખુલ્લા ખેતરો માં ખુલ્લી જગ્યા ઓમા જુગાર રમાય છે તો કેટલીક જગ્યાએ દારૂ નો વેપલો ચાલતો હોય છે. શહેરમાં ચાલતી ગેર કાયદેસર ની પ્રવૃતિ ઉપર રોક લગાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. લોકોની રાજકીય અગ્રણીઓ ની રજૂઆતો સાંભળી જીલ્લા પોલીસ અધિક્ષકે જાત માહિતી મેળવી હતી. અને દરેક સમસ્યાઓ નો વહેલી તકે નિરાકરણ લાવવા માં આવશે તેવો હાજર જનો ને વિશ્વાસ આપ્યો હતો. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અગ્રણીઓ કોંગ્રેસ ના અગ્રણીઓ અને શહેરીજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.