ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત દ્રષ્ટી ચકાસણી કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત દ્રષ્ટી ચકાસણી કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૪૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની દ્રષ્ટી ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શરૂઆતના તબક્કામાં આંખની તકલીફો તેમજ અંધત્વ માટે જવાબદાર અને નિવારી શકાય તેવા તમામ કારણોનું વહેલી તકે નિદાન કરી જરૂરી સારવાર સુનિશ્ચિત કરવામાં આવે, આથી અંધત્વનો દર ઘટે તેમજ દરેક નાગરિકને સમયસર અને ગુણવત્તાસભર આંખની સેવાઓ ઉપલબ્ધ થાય.આગામી તારીખ ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ સુધી આશા બહેનો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા ૪૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નાગરિકોની પ્રાથમિક દ્રષ્ટ્રી ચકાસણી કરવામાં આવશે. તપાસ દરમ્યાન જો મોતિયો, ઝામર, ડાયાબિટિક રેટિનોપેથી, વય સંબંધિત મેક્યુલર,ડિજનરેશન,આંખની લાલાશ,દૂર કે નજીક જોવામાં તકલીફ,ત્રાંસી આંખ તેમજ અન્ય આંખની બિમારીઓ,ખામીઓ જણાશે તો દર્દીઓને આગળની સારવાર માટે રિફર કરવામાં આવશે. આવા દર્દીઓની તા. ૧૫ ઓક્ટોબર થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ તથા ઓપ્થેલ્મિક સર્જન દ્વારા વધુ તપાસ અને સારવાર કરવામાં આવશે.

 

Back to top button
error: Content is protected !!