બાંટવા નગરપાલિકા ખાતે બાંટવા નગરપાલિકાના પ્રમુખશ્રી સુનીલભાઈ જેઠવાણીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન દેશભરમાં ‘‘સ્વચ્છોત્સવ’’ ની થીમ ઉપર આધારિત વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.બાંટવા નગરપાલિકામાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ અભિયાનનો આરંભ થયો હતો. જે અંતર્ગત બાંટવા નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા લક્ષિત એકમો અને બ્લેક સ્પોટની સફાઈ ઝુંબેશ યોજાશે.બાંટવાની શ્રીમારૂતિ શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમ બાંટવા નગરપાલિકા પ્રમુખશ્રી સુનિલભાઇ જેઠવાણી ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મારૂતિ શાળાની વિધાર્થીની દ્વારા સ્વચ્છતાને લગત સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજુ કરવામા આવ્યા હતા. તેમજ નગરપાલિકા પ્રમુખશ્રી તથા શાળાના આચાર્યશ્રી દ્વારા સ્વચ્છતાના વિષય પર સંબોધન આપ્યુ હતુ.અને સ્વચ્છતા શપથ લેવામા આવ્યા હતા.સ્વચ્છોત્સવમાં નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ તકે શહેર ભાજપ પ્રમુખશ્રી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, ડો.વી.જે. સુરેજા અને ચીફ ઓફિસરશ્રી બી.પી. બોરખતરીયા તથા નગરપાલિકાનો સ્ટાફ અને શહેરીજનો હાજર રહયા હતા
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ