કાંકરેજ મંડળ માંથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે અણદાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું..
કાંકરેજ મંડળ માંથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે અણદાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું..
કાંકરેજ મંડળ માંથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે અણદાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું..
કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને થરા માર્કેટ યાર્ડ ના પુર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે કાંકરેજ તાલુકા મામલતદાર વી.એમ.પટેલને ફોર્મ રજુ કરવામાં આવ્યું હતું.જેમાં કરશનભાઈ પટેલે દરખાસ્ત કરી હતી અને પ્રહલાદસિહ વાઘેલા એ ટેકો આપ્યો હતો.બનાસ ડેરી ની ચૂંટણીને લઈને કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે અને હવે કાંકરેજ તાલુકામાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર મેદાનમાં ઉતરી શકે છે જેમાં કિસાન મોરચાના મહામંત્રી અને થરા માર્કેટ યાર્ડ ના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી પણ ઉમેદવારી નોંધાવી શકે છે.કાંકરેજ મંડળ માંથી મોટા જામપુર દૂધ મંડળીમાંથી દાવેદારી નોંધાવી છે કાંકરેજ તાલુકામાં ૯૨ જેટલા મતદારો ૧૦ ઓક્ટોબરે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે.આ અંગે અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે હું ભાજપના કાર્યકર તરીકે આજે બનાસ ડેરી ના ડિરેક્ટર તરીકે ઉમેદવારી નોંધવું છું. પશુપાલકોના હિત માટે અમે કાયમી પડખે ઊભા રહ્યા છીએ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530