Rajkot: રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૯૦૮ બોટલ રક્ત એકત્ર થયું
તા.૧૮/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો શુભારંભ કર્યો છે. જે અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રેસકોર્ષ ખાતે આયોજિત ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ કાર્યક્રમમાં હેલ્થ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતાં.
આ આરોગ્ય ચકાસણી શિબિરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ અને મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબોએ ફરજ નિભાવી હતી. ઉપરાંત, રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી વિમલકીર્તિ ચક્રવર્તી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયભાઈ ગોસ્વામીએ બ્લડ ડોનેટ કરીને રક્તદાન શિબિરનો આરંભ કરાવ્યો હતો. વધુમાં, ગત તા. ૧૬ અને તા. ૧૭ના રોજ પદાધિકારીઓ, સંસ્થાઓ અને ૦૯ બ્લડ બેન્કના સહયોગથી ૨૪ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતાં. જેમાં ૧૯૦૮ બોટલ રક્ત એકત્ર થયું હતું, તેમ આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.