BANASKANTHAPALANPUR
એસ. એ. પટેલ કોમર્સ કોલેજ માં એન.એસ.એસ અંતર્ગત સુઇગામ તાલુકામાં થયેલી અતિવૃષ્ટિ સંદર્ભે ભરડવા ગામમાં ‘સ્વચ્છતા અભિયાન
19 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
એસ. એ. પટેલ કોમર્સ કોલેજ માંએન.એસ.એસ અંતર્ગત સુઇગામ તાલુકામાં થયેલી અતિવૃષ્ટિ સંદર્ભે ભરડવા ગામમાં ‘સ્વચ્છતા અભિયાન’શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં એન.એસ.એસ અંતર્ગત સુઇગામ તાલુકામાં થયેલી અતિવૃષ્ટિ ના કારણે ફેલાયેલી ગંદકી સામે ભરડવા ગામમાં વિદ્યાથીઓ દ્વારા ‘સ્વચ્છતા કરવામાં આવી ત્યારબાદ રોગચાળો ના ફેલાય એ માટે કીટાણુ જન્ય દવાનો છંટકાવ કરવામા આવ્યો. આ સેવાના કાર્યમાં પી.એચ.સી સેન્ટરના ભરતભાઈ અને ડેરી ના મંત્રી કરમણ ભાઈ સારો સહયોગ મળ્યો. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને સંચાલન ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કોમર્સ કોલેજના એન.એસ.એસ વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.હિરલબેન ઠક્કર સફળતાપૂર્વક કર્યું હતુ.