નરેશપરમાર.કરજણ-
કરજણમાં જૈન મંદિરમાં 50 લાખથી વધુની મોટી ચોરી
કરજણમાં જૈન મંદિરમાં મોટી ચોરી, 50 લાખથી વધુનો મુદ્દામાલ લઈ ચોરો પલાયણ
કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલી રાજ ઈન્ડસ્ટ્રીઝ પ્રાંગણમાં આવેલ શ્રી 1008 શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ચોરીની ઘટના બનતા ભારે ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ, ચોરો મૂર્તિઓ સહિત અંદાજે 27 કિલો ચાંદી લઈને ફરાર થયા છે. અંદાજે ₹50 લાખથી વધુનો મુદ્દામાલ ચોરાયો હોવાનો અંદાજ છે. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ડોગ સ્ક્વોડની મદદથી પગેરું શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મંદિર ખાતે દોડી આવ્યા હતા. હાલમાં મંદિરના ટ્રસ્ટીઓની ફરિયાદ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.