સાબરકાંઠા જિલ્લામાં ડીડીઓ શ્રીની અધ્યક્ષતામાં ‘પોષણ માસ – ૨૦૨૫’ની ઉજવણીના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈ હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લામાં ડીડીઓ શ્રીની અધ્યક્ષતામાં ‘પોષણ માસ – ૨૦૨૫’ની ઉજવણીના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈ હતી
**
સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં ૮ મા પોષણ માહની ઉજવણીના સુચારૂ આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ જણાવ્યું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ‘પોષણ માસ’નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પોષણ માસની થીમ સ્થૂળતા બાબતે જાગૃતિ ખાંડ અને તેલનો વપરાશ ઘટાડવો છે. કુપોષણ, અલ્પપોષણ અને અતિપોષણના વધતા બેવડા ભારનો સામનો કરવા માટે જાગૃતિ અને નિવારણ પ્રથાઓને પ્રોત્સાહન, પ્રારંભિક બાળ સંભાર અને શિક્ષણ પોષણ ભી પઢાઈ ભી, શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પદ્ધતિઓ, પુરુષોની સહભાગીતા, વોકલ ફોર લોકલ એટલે કે સ્થાનિક ખાદ્ય પ્રથાઓ અપનાવી જેવી બાબતો અંગે જાગૃતિ ફેલાવા કાર્યક્રમ કરવા જણાવ્યું હતુ.
વધુમાં ઉમેર્યું કે, આદિજાતિ વિસ્તારમાં કુપોષણ ની સમસ્યા વધુ છે. આ નિવારણ માટે ખાસ પ્રયાસ થવા જોઈએ. આ ઉજવણી અંતર્ગત કિશોરીઓને કુપોષણ અને એનિમિયા જેવા આરોગ્ય સંબંધિત મુદ્દાઓની જાણકારી આપી તેમને પોષણના મહત્ત્વ વિષે જાગૃત કરવામાં આવી હતા.તેમજ ટેક હોમ રાશન અને ‘શ્રીઅન્ન’ના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. ‘પૂર્ણા શક્તિ’માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી તેનું પ્રદર્શન કરવા, આરોગ્ય તથા શિક્ષણ શાખાની સહભાગિતાથી કિશોરીઓને આરોગ્ય વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પુરવઠા અધિકારીશ્રી મૌલિક ડાંગા, આઇ.સી.ડી.એસ. અધિકારીશ્રી, રોજગાર અધિકારીશ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.