તા.૧૯.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દાહોદ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી હાથ ધરાઈ
દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દાહોદ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ત્યારે ચોમાસુ હળવું થતાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી સરકારના માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દાહોદ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં લીમખેડા તાલુકામાં આવેલા ચોકી સુડીયા રોડ પર મરામત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરવાના દિશાનિર્દેશોના પગલે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રોડ મેઈન્ટેનન્સ અંતર્ગત અલગ અલગ સ્થળોએ જરૂરિયાત અનુસાર માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી છે. જ્યારે કેટલા બાકી રહેલા માર્ગોની કામગીરી પ્રગતિમાં છે