GUJARATJUNAGADH

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણ ખાતે સર્વ રોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણમાં નિમિત્તે આયોજન

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમા ભેંસાણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૨૯૦૦ થી વધુ લોકોએ આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો હતો.રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણમાહ ૨૦૨૫ અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવારના ઉદ્દેશ સાથે આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણ ખાતે સ્ત્રી, બાળ, જરા ચિકિત્સા અને સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પમાં ભેંસાણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિશાળ સંખ્યામાં લોકોએ આયુષની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો.સર્વરોગ આયુષ કેમ્પમાં ૨૭૬ લાભાર્થીઓએ, સ્ત્રી રોગના ૧૧૨,બાળ રોગના ૩૮, જરા ચિકિત્સાના ૯૬ સ્વાસ્થ્ય માર્ગદર્શન ૪૬૦,પ્રદર્શનનો ૪૮૦,ધાન્યક મિશ્રેયા પાનકનો ૪૫૦,સંશમની વટી ૨૩૦ લાભાર્થીઓને,આર્સેનિક આલ્બ ૧૬૦ યોગ લાભાર્થીઓ ૨૩૦,સ્વાસ્થ્ય પત્રિકા વિતરણનો ૨૭૦,પ્રકૃતિ પરિક્ષણનો ૮૫,નાડી પરિક્ષણનો ૨૮ એમ કુલ મળી ૨૯૧૫ લાભાર્થીઓએ લાભ લીધો હતો.જિલ્લાના મેડિકલ ઓફિસર શ્રીઓ અને યોગ શિક્ષકો દ્વારા ઉતમ કામગીરી કરી તમામ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ડો.છાયાબેન ડેરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પ યોજાયો હતો.આ તકે તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ સર્વશ્રી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લાભુબેન ગુજરાતી તથા કુમારભાઈ બસીયા, તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુભાઈ કથીરિયા, તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, માર્કેટ યાર્ડ ચેરમેન શ્રી, વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો ની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.એમ.એસ.અલી અને તમામ હેલ્થ સ્ટાફનો સહયોગમાં રહ્યો હતો.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!