જૂનાગઢ તાલુકા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ માં “ટેક હોમ રેશન” (માતૃશકિત, બાલશકિત, પૂર્ણાશક્તિ) અને મિલેટમાંથી બનતી “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. કે જેનો મુખ્ય ઉદેશ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજીંદા આહારમાં પોષ્ટિક ખાધ્યો નો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે.કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેંદ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરૂ પાડવા માટે આપવામાં આવે છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, રાગી, કાંગ, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે.આ પોષણ ઉત્સવમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના હસ્તે બાળકોને અન્નપ્રાશન્ન કરાવવામાં આવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે.તેમજ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનાર વાનગીઓને પ્રમાણપત્ર થી સમ્માનીત કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડો.રાજેંદ્રસિંહ ઠાકોર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ચાવડા, તાલુકા મદદનીશ ખેતી નિયામકશ્રી, છત્રાળા તથા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ગુણવંતીબેન પરમાર તેમજ આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે આર.બી.એસ.કે. એમ.ઓ. ડો.બિંદિયાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આઈ.સી.ડી.એસનો સ્ટાફ તથા લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ